વાંકાનેર વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બુટલેગરોની પાસા કાયદા હેઠળ અટક કરી બે ઇસમોને ભાવનગર તથા જુનાગઢ જેલમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા મોકલી આપેલ છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કામગીરી કરવા પ્રત્યનશીલ અને પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ તથા મોરબી પોલીસ અધિક્ષકને મારફતે મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર તરફ મોકલતા તેઓ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવ્રુતિની ગંભીરતા સમજી પ્રોહી બુટલેગર (૧) દિપાલ મુકેશભાઇ સંખેસરીયા (ઉવ.૨૨) રહે.વાંકાનેર હરસિધ્ધી હોટલની બાજુમા જી.મોરબી તથા (૨) ઇન્દ્રજીત રાજુભાઇ ગોસ્વામી (ઉવ.૨૩) રહે.કેરાળા તા.વાંકાનેર જી.મોરબી વાળા વિરૂધ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામા આવેલ જે પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ આ બન્ને ઇસમોને સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગ દરમ્યાન વોચમા રહી ખાનગી બાતમી રાહે પકડી પાડી પાસા વોરંટની બજવણી કરી ભાવનગર મધ્યસ્થ જેલ તથા જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામા આવેલ છે.