Homeગુજરાતમોરબીવ્યાજખોરોની દાદાગીરી! વેપારી પાસેથી 1.50 લાખની બળજબરી ઉઘરાણી, કાર પડાવી જાનથી મારી...

વ્યાજખોરોની દાદાગીરી! વેપારી પાસેથી 1.50 લાખની બળજબરી ઉઘરાણી, કાર પડાવી જાનથી મારી નાખવાની ધમકી

ગઈ કાલે શ્રી પાટીદાર યુવા સંઘ મોરબી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે Dysp ને રજૂઆત કરવા દોડી ગયા હતા ત્યારે વધુ એક વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

મોરબી જિલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવામા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે મોરબી શહેરમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં વેપારીને વ્યાજખોરોએ ૫૦ હજાર રૂપિયા વ્યાજે આપી તેની સામે ૧,૫૦,૦૦૦ ની ઉઘરાણી કરી હતી અને કાર પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શક્ત શનાળા જુના ગામમાં રહેતા અને વેપાર કરતાં અરવિંદભાઈ હરજીભાઈ પનારા (ઉ.વ.૪૫) એ આરોપી ભરતભાઈ કાળુભાઈ ગોગરા રહે. લિલાપર રોડ બોરીચા વાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી પાસેથી દસ દિવસ માટે રૂ.૫૦,૦૦૦/-વ્યાજે લીધેલ અને એસેન્ટ કાર નં.GJ-01-KN-8225 વાળી ગીરવે રાખેલ બાદ ફરીયાદી આરોપીને પૈસા પરત આપવા જતા વ્યાજ સહીત રૂ.૧,૫૦,૦૦૦/- ની બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ફરીયાદી તથા તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપતા કાર પરત નહી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular