મોરબી: શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાપિત ક્રાંતિકારીઓ અને મહાપુરુષોની પ્રતિમાઓની સમયાંતરે સફાઈ ન થતી હોવાના કારણે અનેક સ્થળોએ પ્રતિમાઓ ધૂળધાણી અને જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે. દેશ માટે બલિદાન આપનાર મહાનુભાવોની પ્રતિમાઓ પ્રત્યે યોગ્ય સંભાળ રાખવા શહેરના જાગૃત નાગરિકોમાંથી માંગ ઉઠી છે.
નાગરિકોએ રજૂઆતમાં જણાવ્યું છે કે પ્રતિમાઓની નિયમિત સફાઈ કરવામાં આવે, તૂટી-ફૂટી કે જર્જરીત થયેલી પ્રતિમાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેમજ દરેક પ્રતિમા પાસે યોગ્ય લાઈટિંગની સુવિધા ઉભી કરવામાં આવે. હાલ ઘણી જગ્યાએ લાઈટોની અછતને કારણે સાંજ બાદ પ્રતિમાઓ અંધારામાં ડૂબી જાય છે, જે શહેરની શોભા અને મહાનુભાવોના સન્માન બંને માટે યોગ્ય નથી.