Homeગુજરાતમોરબીમોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા બાબતે‌ મુખ્યમંત્રીને રજૂઆત 

મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા બાબતે‌ મુખ્યમંત્રીને રજૂઆત 

મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા બાબતે‌ અને કસુરવારોને યોગ્ય દંડ કરવા બાબતે ગુજરાત આમ આદમી પાર્ટી ગુજરાતના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી યોગ્ય કરવા રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી મહાનગર પાલિકામા પંચાસર રોડ આવેલ છે. આ રોડને સિમેન્ટ કોન્ક્રેટ રોડ થી મઢવાનું કામ છ મહિના પહેલા કરવામાં આવેલ હતું. હાલ આ સિમેન્ટ કોન્ક્રેટ રોડમા ગાબડા ઓ પડી જવા પામેલ છે. તો શું ? સિમેન્ટ કોન્ક્રેટ રોડ એટલો સમય જ ટકે? આવા રોડ ની લાઈફ કેટલી નક્કી કરેલ હોય છે ?

આ કામ સરકારી પૈસા કે જે લોકો ના ટેક્ષ દ્વારા સરકાર પાસે આવતા હોય છે.જે પૈસા થી આવા કામો થતા હોય છે. જો સરકારી પૈસા દવારા થતા કામો આવા નબળા થાય તો તેના માટે જવાબદાર કોણ?

આ કામ મંજુર કરનાર અધિકારી, કામ કરાવનાર અધિકારી, કોન્ટ્રાકટર વગેરે ની કોઈ જવાબદારી બને છે કે નહિ? જો આવું જ ચાલશે તો મોરબી મા બધાજ રોડ દર વર્ષે નવા કરવા પડશે, અને જો સરકાર ના પૈસે થયેલા રોડ જો આવા બનતા હોય તો આના માટે જવાબદાર કોણ ? આ બાબતે દ્વારા તપાસ કરાવી ને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અમારી માંગ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular