Homeગુજરાતમોરબીટંકારાના વિરપર ગામે નજીવી બાબતે આધેડને ચાર શખ્સોએ ફટકાર્યા મોરબી ટંકારાના વિરપર ગામે નજીવી બાબતે આધેડને ચાર શખ્સોએ ફટકાર્યા By morbisahyognews February 19, 2026 189 Share FacebookXPinterestWhatsApp ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા આધેડે શેરીમાં ગલુડીયુ રીક્ષા નીચે આવી જતા જે બાબતે આરોપીને ઠપકો આપતાં સારૂં ન લાગતા આધેડને ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા મુકેશભાઈ જેસીંગભાઈ વડેચા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી સતિષ ચંદુભાઈ મેણીયા, માલો ચંદુભાઈ મેણીયા, ભીમાભાઈ રવજીભાઈ બાવરવા, ગંગાભાઈ જીવાભાઈ બાવરવા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કેફરીયાદીની શેરીમાં રહેતા આરોપી સતિષ પોતાની રીક્ષાલઈને શેરીમાં નીકળતા એક ગલુડીયુ રીક્ષા નીચે આવી જતા સાથીએ આરોપીને રીક્ષા ધ્યાનથી ચલાવવાનુ કહેતા આરોપીએ સાથીઓ સાથે બોલા ચાલી કરેલ બાદ આરોપીઓ આવી ભુંડાબોલી ગાળો બોલી કહેલ કે ગઈ કાલે સતિષ સાથે શુ ગલુડીયા ભાબતે બોલાચાલી કરેલ હતી તેમ કહી આરોપીઓએ કહેલ કે આજ તો ગલુડીયુ હતુ.જો હવે પછી ક્યારેય કઈ બોલ્યા છોતો ગલુડીયાની જગ્યાએ તમે બધા હસો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા હાથની મારા મારી કરી આરોપીઓએ હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદીને શરીરે મુંઢ ઇજાઓ થતા આ જપાજપીમાં ફરીયાદીના માતા દેવુબેનને ધકકો લાગતા નીચે પડી જતા મોઢાના ભાગે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 મોરબી મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો October 15, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ October 15, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરએ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી morbisahyognews - October 15, 2026 મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીનો સેવાયજ્ઞ સતત ચાર વર્ષથી અવિરત: નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ અર્પણ morbisahyognews - October 15, 2026