મોરબીમાં વેપારીને ૧૦-૨૦ ના છૂટા પૈસાની નોટુ ના બંડલો આપવાની લાલચ આપી વેપારી પાસેથી રૂ. ૨,૫૦,૦૦૦ નું આંગળીયુ કરાવી લઈ લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગુંડલા રોડ પર જ્યોતિ પાર્ક સોસાયટીમાં રામવંદના એપાર્ટમેન્ટ બ્લોક નંબર 503 માં રહેતા ચેતનભાઇ રતિલાલભાઈ દેત્રોજા (ઉ.વ.૪૨) એ આરોપી પંકજભાઈ કેશવજીભાઈ ફેફર રહે લગતી નગર મોરબી વાળા વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ખોટુ નામ ધારણ કરી ફરીયાદી તથા અન્ય સાથીઓ સાથે ખોટા નામની ઠગાઇ કરવાના ઇરાદે અલગ અલગ મોબાઈલ નંબર પર થી ફોન કરી રૂ.૧૦-૨૦ ના છુટા પૈસાની નોટુના બંડલો આપવાની બદઇરાદાથી લાલચ આપી ફરીયાદી પાસેથી રૂ.૨,૫૦ ,૦૦૦/- નુ ખોટા નામે આર. આર આંગડીયા પેઢી માથી આંગડીયુ કરાવી લઈ ફરીયાદી તથા અન્ય સાથીઓ સાથે ખોટા નામે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



