મોરબી બાયપાસ રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય આવેલ છે દુર કરી ને રોડ રીપેર કરવા તેમજ આ રોડ પર ની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા બાબતે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીનો બાયપાસ રોડ કે જે નેશનલ હાઇવે થી શનાળા પાસે રાજકોટ રોડ ને જોડે છે. તે ખુબજ ખરાબ સ્થિતિમા છે. રોડ પર મસમોટા ખાડાઓ પડેલ છે. જાણે કે રોડ મા ખાડા નહી પણ ખાડામાં રોડ હોય તેવી સ્થિતિ છે. અને ગટર ના તૂટેલા ઢાંકણા અને ગટર ઉભરાવાના બનાવો તો દરરોજ બનતા હોય છે. લોકો જાણે કે નર્ક મા થી પસાર થતા હોય તેવું અનુભવી રહ્યા છે, ખુબજ ટ્રાફિક જામ પણ થાય છે. આ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો હમણાં થોડા દિવસો પહેલા જ નાખવામાં આવેલ છે. જે લાઈટો ફક્ત ચાર દિવસ ચાલેલ છે. હાલમાં બંધ છે. જાણે કે ચાર દિવસ ની ચાંદની ફિર અંધેરી રાત જેવું છે. આ બાબતે રોડ વિભાગમા રજૂઆત કરીએ તો કહે છે. હવે મહાનગર પાલિકામા આવે છે. અને મહાનગર પાલિકામા રજૂઆત કરીએ તો તેઓ કહે કે આ રોડ વિભાગમા આવે છે. તો આ રોડ ખરેખર કોનામા આવે છે. તે નક્કી કરવામાં આવે.તેમજ આ રોડના ખાડાઓની મુશ્કેલી માંથી લોકોને બહાર કાઢવા તાત્કાલિક રોડનું કામ કરવામાં આવે. તેમજ જે લાઈટો નવી હોવા છતાં ચાલતી નથી તે લાઈટો ચાલુ કરવામાં આવે. ગટર ની કુંડીઓ વ્યવસ્થિત રિપેર કરવામા આવે. તે માટે યોગ્ય આદેશો આપવામા આવે જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક લોકો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની અમોને ફરજ પડશે તો આ બાબતે યોગ્ય કરવા રજૂઆત.



