Homeગુજરાતઉનાળા દરમિયાન હળવદ તાલુકામાંથી પસાર થતી કેનાલો ચાલુ રાખવા ધારાસભ્યને રજૂઆત

ઉનાળા દરમિયાન હળવદ તાલુકામાંથી પસાર થતી કેનાલો ચાલુ રાખવા ધારાસભ્યને રજૂઆત

હળવદ: શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે ઉનાળામાં હળવદ તાલુકાના ખેડૂતોને કેનાલમાંથી પાણી મળી રહે અને તે પાણી પર ઉનાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે હળવદ તાલુકા‌‌ ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને લેખિત રજુઆત કરી ઉનાળામાં કેનાલો ચાલુ રાખવા માંગ કરી છે.રજુઆતમાં જણાવ્યું છે કે હળવદ તાલુકો ખેતી આધારીત તાલુકો હોઈ હાલ ઉનાળુ વાવેતર કરવાનો સમય થવા આવી રહ્યો છે ત્યારે અને ચોમાસું પાક નિષ્ફળ ગયો તેના કારણે ખેડુતોની આશા ઉનાળુ વાવેતર પર બંધાણી છે ત્યારે હળવદ તાલુકામાંથી પસાર થતી ત્રણેય કેનાલોને ચાલુ રાખવામાં આવે તેવી ખેડુતોની લાગણીને ધ્યાનમાં રાખીને હળવદ તાલુકા પ્રમુખ દ્વારા ધારાસભ્યને રજૂઆત કરી કેનાલો ચાલુ રાખવા માંગ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular