મોરબીના લાલપર ગામે વિશ્વાસઘાતનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના લાલપર ગામ નજીક પવનસુત પ્લાઝાની ચોથી માળે આવેલી “કેવલ પેલેટ” નામની ઓફિસમાં બનેલી ઘટનામાં આરોપીઓએ છેતરપિંડી કરી વેપારીને ગોલ્ડ લોન આપવાના બહાને સાડા છ તોલા સોનાના દાગીના બારોબાર વેચી મારી છેતરપિંડી કરીનાર બે આરોપીઓ સામે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામે ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં કેતનભાઈ ભીમજીભાઈ વાઘેલ (ઉ.વ.૩૭) એ આરોપી કીર્તીકુમાર કનુભાઈ વરાણીયા રહે. નવી પીપળી શીવપાર્ક સોસાયટી તા. મોરબી તથા પ્રમીલકુમાર ચતુર્વેદી રહે. હાલ ૨૦૧ સ્વસ્તિક સીટી પુજા ફાર્મની બાજુમાં અસલાલી અમદાવાદ મૂળ રહે ઉતરપ્રદેશવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીને રૂપિયાની જરૂરત હોય અને તેમના ઉપર ગોલ્ડ લોન થઈ શકે તેમ ન હોય જેથી આરોપી કીર્તિકુમર ફરિયાદીને ત્યાં ઘણા સમયથી કામ કરતા હોય જેથી તેના ઉપર વિશ્વાસ રાખી ફરિયાદીએ તેના સોનાના દાગીના (૧) સોનાનું મંગળસુત્ર ૨૭.૨૦ ગ્રામ (૨) સોનાની ચેન ,માળા, હાર ૧૫.૪૨ ગ્રામ (૩) સોનાની કાનની બુટી(ચાર) ૧૦.૮૦ ગ્રામ (૪) સોનાની કાનની સેર (બે) ૦૪.૪૫ ગ્રાન (૫) સોનાની હાથની વીટીં (બે) ૦૩.૭૦ ગ્રામ એમ કૂલ આશરે સાડા છ તોલા સોનું આશરે કિ.રૂ.૭,૫૦,૦૦૦/- નું ગોલ્ડ લોન લેવા માટે આપેલ અને બાદ ફરિયાદીને સોનાના દાગીનાની જરૂરત પડતા ફરિયાદીએ આરોપી નં.(૧) ને સોનાના દાગીના છોડાવવા માટે કહેતા અરોપીઓએ મળીને ફરિયાદીના સોનાના દાગીના છોડાવી લઈ બારોબાર ફરિયાદીની જાણ બહાર વેચી દઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.