રાજકોટની એચસીજી હોસ્પિટલ્સના નિષ્ણાત ન્યુરોસર્જન ડૉ. પાર્થ લાલચેતા દ્વારા મોરબીમાં કન્સલ્ટેશનનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ 14 માર્ચ, શનિવારે બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન મોરબી ખાતે દર્દીઓને મગજ અને કરોડરજ્જુ સંબંધિત રોગોની તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.
આ કન્સલ્ટેશનમાં મગજના રોગની ઉપલબ્ધ સારવાર
મગજમાં પાણીનો ભરાવો કે મણકામાં ફ્રેક્ચર કે ચેપ, બ્રેઇન સ્ટ્રોક (લકવો), માથાનો દુઃખાવો (માઇગ્રેન), બ્રેઈન હેમરેજ, યાદશક્તિ નબળી થવી કે ચક્કર આવવા, હાથ પગમાં ઝણઝણાટી થવી જેવી સમસ્યાઓ અંગે નિષ્ણાત દ્વારા સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ કન્સલ્ટેશન મોરબીના મહેન્દ્રનગર રોડ પર સ્થિત સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે યોજાશે. વધુ માહિતી અને એપોઇન્ટમેન્ટ માટે 9512903884 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.