વાંકાનેર શહેરમાં જમાતખાનામાં બેસવાની બાબતે થયેલી બોલાચાલી ઝપાઝપી સુધી પહોંચતા બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના દિવાનપરા ઇદમસ્જીદ પાસે રહેતા અને વેપાર કરતાં હુસેનભાઇ મહમદહુશેન વેદ (ઉ.વ.૩૯) એ આરોપી મુર્તુજા મુસ્તાકભાઈ હાથી તથા અબ્બાસભાઈ અસગરઅલી હાથી રહે. બંને વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી જમાતખાનામા જમતા હોય જે જગ્યાએ બેસવા બાબતે ફરીયાદી તથા આરોપીને બોલાચાલી થયેલ હોય જે કારણે આરોપી મુર્તુજાએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી જમણા હાથની આંગળીઓમા બટકા ભરી ઇજા કરી તેમજ આરોપી અબ્બાસભાઈએ ફરીયાદીના દાઢી ખેચી પછાડી દઈ ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.