Homeગુજરાતમોરબીમોરબીમાં વ્યાજખોરોનો આતંક : 40% માસિક વ્યાજે રૂપિયા આપ્યા, ઉઘરાણી માટે યુવકને...

મોરબીમાં વ્યાજખોરોનો આતંક : 40% માસિક વ્યાજે રૂપિયા આપ્યા, ઉઘરાણી માટે યુવકને માર મારતાં ગુન્હો દાખલ

મોરબી શહેરમાં વ્યાજખોરી અને બળજબરી ઉઘરાણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં યુવક, તેના પિતા અને ભાઈ એ આરોપી પાસેથી લિધેલ વ્યાજવા રૂપિયાનુ મુડી કરતા વધુ વ્યાજ આપેલ હોય તેમ છતા બળજબરીથી ઉઘરાણી કરી યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જયંતીભાઈ ચૌહાણે (ઉ.વ.૨૬) એ આરોપી કાનાભાઈ ભરતભાઈ ગઢવી તથા જીગ્નેશભાઈ ભરતભાઈ ગઢવી રહે. મહેન્દ્રનગર તક્ષશિલા સ્કૂલ પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પિતાની બીમારી અર્થે રૂપિયાની જરૂરત હોય જેથી આરોપી કાનાભાઈ પાસેથી માસીક ૪૦ ટકા લેખે રૂા.૯૦,૦૦૦/- લીધેલ હોય તેમજ ફરીયાદીના પિતાએ આરોપી કાનાભાઈ પાસેથી માસીક ૨૦ ટકા લેખે રૂપીયા ૨,૦૦,૦૦૦/- લીધેલ તેમજ ફરીયાદીના ભાઇ રાહુલભાઇ નાઓએ આરોપી જીગ્નેશભાઈ પાસેથી માસીક ૨૦ ટકા લેખે રૂપીયા ૨,૪૦,૦૦૦/- લીધેલ જેનુ આજદિન સુધી ફરીયાદીએ તેમજ સાથીઓએ મુડી કરતા વધુ વ્યાજ આપેલ હોય તેમ છતા આરોપીઓએ રૂપિયાની બળજબરી ઉઘરાણી કરી, આરોપીઓએ ફરીયાદીને શરીરના ભાગે બરણી વડે તેમજ ઢીકા પાટુનો મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ પોલીસે BNS કલમ 115(2), 308(2), 54 તથા નાણા ધીરધાર અધિનિયમ 2011 ની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular