Homeગુજરાતમોરબી“મોરબીની ઓળખ ‘જુલતો પુલ’ ફરી બનાવવાની માંગ ઉઠી, મુખ્યમંત્રીને રજૂઆત”

“મોરબીની ઓળખ ‘જુલતો પુલ’ ફરી બનાવવાની માંગ ઉઠી, મુખ્યમંત્રીને રજૂઆત”

મોરબી શહેરની ઐતિહાસિક ઓળખ ગણાતા જુલતા પુલને નવેસરથી યોગ્ય રીતે બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patelને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિયેશનના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી મોરબીના ઐતિહાસિક વારસાની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી ભલે કોર્પોરેશન બન્યું પણ મોરબી તેની ઈતિહાસિક ઓળખ સમાન જૂની ઘરોહરો ગુમાવતું જતું હોય તેવું થઇ રહ્યાનું મોરબી ની જનતા કહી રહી છે. અને તે સાચી વાત છે. મોરબી માટે આશીર્વાદરૂપ મહેન્દ્રસીહજી હોસ્પિટલ કે જે બિલ્ડીંગ મોરબીના મહારાજા દ્વારા દાનમાં આપવામાં આવેલ હતું તેની આજે શું સ્થિતિ છે.?

ઉલ્લેખનીય છે કે મણીમંદિર બંધ છે. જુલતો પુલ તૂટેલો છે. બગીચાઓ ગાયબ છે. જેને નવા કરવા માટે કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલુ છે. પરંતુ આમ છતાં તે પોતાની ઓરીજનલ સ્થિતિમા આવશે કેમ તે મોટો પ્રશ્ન છે.

તેમજ ટાઉન હોલ પણ વાપરવા લાયક નાં હોય તેવા હાલ છે. મોરબી ની મહેન્દ્ર ડ્રાઈવ તરીકે ઓળખાતા રોડ ની સ્થિતિ પણ ખરાબ છે. પુલ મા ઠેરઠેર પીપળા ના તેમજ વડ ના ઝાડો ઉગેલા છે.જે કાપવાનો કોર્પોરેશન માટે સમય નથી? કદાચ પુલને વધારે નુકશાન થાય પછી કાઢવામાં આવે તેની રાહ જોઈ રહ્યા હોય તેવું જણાય છે. આઝાદી પહેલા એરોડ્રામ હતું જેને વારંવાર યાદ કરવામાં આવે છે. પરંતુ કોઈ સંતોષ જનક પ્રગતિ થતી નથી લોકો ને સુવિધા મળતી નથી.

એક સમયમા ઘણી બધી ટ્રેઈનોની સુવિધા હતી પણ હાલમા સમખાવા પુરતી એકજ લાંબા અંતરની ટ્રેઈન અઠવાડિયે એક દિવસ માટે મળી છે. આવું શામાટે ?  મોરબીની એન્જીનીયરીંગ કોલેજના બિલ્ડીંગને પણ રીપેરીંગ કરવાની ફક્ત વાતો જ થાય છે. કામ ચાલુ થતું નથી. કોલેજમા નવા કોર્ષો ચાલુ કરવાની પણ વાતો જ થાય છે. અમલવારી નામે ઝીરો છે. તો મોરબી સાથે આવું શા માટે થાય છે.?

આમ જોવો તો મોરબી જે એક વખતનું ખુબજ ધમધમતું સુવિધા સભર સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા ધરાવતું હતું. તે મોરબીનું એક માત્ર દરિયાઈ બંદર નવલખી બંદર કોલસાની આવક થતા કોઈ બીજા કામ માટે રહ્યું નથી આમ જોવો તો આઝાદી પહેલાનું મોરબી મા આઝાદી પછી વિકાસ થવો જોઈએ તેના કરતા પાછળ જઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. તો અમારી માંગણી છે કે મોરબી ની ઓળખ સમાન જુલતા પુલને નવેસર થી યોગ્ય રીતે બનાવવા મા આવે અને લોકો ની સુવિધા મા વધારો કરવા માંગ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular