Homeગુજરાતમોરબીવાંકાનેરના ઢુવા-માટેલ રોડ પરથી ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પરથી ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

વાંકાનેર તાલુકાના ટુવા-માટેલ રોડ પર એસ.ઓ.જી. (SOG) ટીમે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સનહાર્ટ સિરામિક સામે પ્રયાગ પ્લાઝા-૨ માં આવેલ ‘મહાદેવ કિરાણા ભંડાર’ અને રોલસ્ટાર સિરામિક સામે ખોડિયાર-૨ ચેમ્બરમાં આવેલ ‘ઉમી ગેસ એજન્સી’ નામની દુકાનોમાં સરકારી નિયમો વિરુદ્ધ ગેસના બાટલામાંથી અન્ય બોટલોમાં ગેસ ભરવાનો ધંધો ધમધમી રહ્યો હતો. પોલીસે આ બંને જગ્યાએ રેડ કરીને મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડી પાડી છે.

આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે મહાદેવ કિરાણા ભંડારમાંથી અંદાજે રૂ. ૧,૮૨,૪૫૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ૮૧ ખાલી બાટલા, ૧૨ ભરેલા બાટલા તેમજ ઇલેક્ટ્રિક મોટર અને વજન કાંટા જેવા સાધનો સામેલ છે. જ્યારે ઉમી ગેસ એજન્સીમાંથી રૂ. ૭૫,૪૫૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ૨૯ ખાલી બાટલા, ૫ ભરેલા ગેસના બાટલા અને રીફિલિંગના સાધનો કબજે કરાયા છે.

આ બંને સ્થળેથી પોલીસે અયાજભાઈ અબ્દુલકરીમભાઈ મેમણ અને અમીનભાઈ અબ્દુલકરીમભાઈ મેમણ નામના બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૧૦, ૨૮૭, ૨૮૮, ૩૧૬(૫), ૫૪ તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ ૩, ૪ અને ૭ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ બે ગુના નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગેસ રીફિલિંગની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માનવ જિંદગી માટે જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular