Homeગુજરાતમોરબીહરિપર (કેરાળા ) ગામમાં કરિયાણાના વેપારી અને તેમના ભાઈ પર લાકડી-પાઈપથી હુમલો

હરિપર (કેરાળા ) ગામમાં કરિયાણાના વેપારી અને તેમના ભાઈ પર લાકડી-પાઈપથી હુમલો

હરિપર ( કેરાળા )ગામે મકાનનું બાકી ભાડું માંગવા જેવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતાં કરિયાણાના વેપારી અને તેમના નાના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરિપર (કેરાળા) ગામે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા અમિતભાઈ જયંતિલાલ હળવદિયા (ઉ.વ.૪૫) એ આરોપી લક્ષ્મણભાઈ સુરેશભાઈ પાંચીયા, મેહુલભાઈ સુરેશભાઈ પાંચીયા, હીરાભાઈ સુરેશભાઈ પાંચીયા, સુરેશભાઈ ઘેલાભાઈ પાંચીયા, ભરતભાઈ સુરેશભાઈ પાંચીયા રહે. હરીપર (કેરાળા) ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી લક્ષ્મણભાઈ તથા મેહુલભાઈએ મકાનનું બાકી ભાડું માંગવા જેવી બાબતે બોલાચાલી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા આરોપી લક્ષ્મણભાઈએ લોખંડાના પાઇપ તથા આરોપીઓએ પોતાના હાથમાં રહેલ લાકડી વતી ફરીયાદીને માર મારતા ફરીયાદિને માથામાં આશરે ચાર ટાંકા જેવી ઇજા પહોંચાડેલ તથા સાથી દિપેશભાઈને આરોપી મેહુલભાઈ એ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા ભરતભાઈએ પાછળથી આવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમ કી આપી તથા આરોપી લક્ષ્મણભાઈએ લોખંડાના પાઇપ વતી માર મારતા માથાના ભાગે આશરે પાંચ ટાંકા તથા મુંઢ ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular