Homeગુજરાતમોરબીવાંકાનેરના સીબેલા કારખાનામાં મજૂરો બાબતે વિવાદ: ત્રણ ઈસમો સામે ફરિયાદ

વાંકાનેરના સીબેલા કારખાનામાં મજૂરો બાબતે વિવાદ: ત્રણ ઈસમો સામે ફરિયાદ

વાંકાનેર: મોરબીના વાંકાનેર-થાન રોડ પર આવેલ સીબેલા કારખાના નજીક મજૂરો કામ કરવા બાબતે બોલાચાલી બાદ વાતાવરણ ગરમ થઈ ગયું હતું. રાજકોટના વેપારીના મજૂરો પર થયેલા હુમલા અને ધમકીના મામલે આખરે ત્રણ ઈસમો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રાજકોટ રહેતા નિલેશભાઈ બાબુભાઈ જલુ (ઉ.વ.૫૩) એ આરોપી ભરતસિંહ, ભુપતસિંહ, અલિ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના મજુરો વાંકાનેર થાન રોડ સીબેલા કારખાનામા બાદ વઘાસીયા ટોલગેટ પાસે આવેલ વાઈટ હાઉસમા મજુરો કામ કરતા હોય જેને આરોપીઓ ભરતસિંહ, ભુપતસિંહ અને અલી જેના પુરા નામઠામની ખબર નથી એ ગાળો આપી જાનથી મારી નખવાની ધમકી આપી સાથી મહેશ રહે. વિછીયા વાળાને એક બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular