Homeગુજરાતમોરબીવાંકાનેરના બોકડથંભા ગામમા ખબર કાઢવા આવેલ મહિલા તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર 

વાંકાનેરના બોકડથંભા ગામમા ખબર કાઢવા આવેલ મહિલા તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર 

વાંકાનેર તાલુકાના બોંકડથંભા ગામમાં બીમાર વૃદ્ધાની ખબર કાઢવા આવેલી મહિલાએ અનોખી તરકીબ અજમાવીને ઘરમાંથી રૂ. 63,000ના સોના-ચાંદીના દાગીના પાર કરી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીઠમાં ખંજવાળ અને પાવડર લગાવવાના બહાને રૂમનો દરવાજો બંધ કરી તિજોરીમાંથી દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે રહેતા શોભનાબેન ભરતભાઈ સરાવાડીયા (ઉ.વ.૪૦) એ આરોપી અજાણી મહિલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સબંધી મનિયાબેન સાથે અજાણી મહીલા ફરીયાદીના સાસુની બીમારીની ખબર પુછવા માટે આવેલ અને પીઠમાં ખંજવાળ આવે છે તેવુ બહાનુ કરી કપડા બદલવાની વાત કરી ફરીયાદીના રૂમમા જઈ તિજોરીમા મુકેલ સોનાની બુટી જોડ બે જેનો આશરે ૧૩ ગ્રામ જેટલો છે. જેની આશરે કિ.રૂ-૫૦,૦૦૦/-વાળી તથા ચાંદીના જાડા સાકળા આશરે વજન ૩૦૦ ગ્રામ જેની આશરે કિ.રૂ-૧૩,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા-૬૩,૦૦૦/-ના મતાની ફરીયાદીના ઘરના સભ્યોની નજર ચુકવી ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular