Homeગુજરાતમોરબીમોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews October 16, 2026 143 Share FacebookXPinterestWhatsApp મોરબીના રવાપર ગામમાં સરદાર પટેલ સોસાયટીમાં આરોપીના કબ્જા ભોગવટવાળા મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો રોકડ રૂપિયા ૭,૮૫,૦૦૦ નાં મુદ્દામાલ સાથે સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના રવાપર ગામમાં સરદાર પટેલ સોસાયટીમાં જયદીપભાઇ ઉર્ફે લાલા ગોવીંદભાઈ બકુત્રાના કબ્જા ભોગવટવાળા મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ સાત ઈસમો જયદીપભાઇ ઉર્ફે લાલા ગોવીંદભાઈ બકુત્રા રહે. મોરબી રવાપર ગામ સરદાર પટેલ સોસાયટી, સંદીપભાઈ જગદીશભાઈ શેરસીયા રહે. મોરબી રવાપર મેઇન શેરી, આશીષભાઈ ભગવાનજીભાઈ ડાંગર રહે. મોરબી રવાપર ચિત્રકુટ સોસાયટી, ભાવીનભાઇ ગીરીશભાઈ કારીયા રહે.શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા રહે-વાવડી રોડ ગાયત્રી નગર પાછળ શ્રધ્ધા પાર્ક મોરબી, કિશનભાઈ દેવદાનભાઈ કુંભારવાડીયા, રહે-રવાપર ગામ સરદાર સોસાયટી શેરી નં-૩ મોરબી, ભાવેશભાઇ હિરાભાઇ જીલરીયા રહે-રવાપર સરદાર પટેલ સોસાયટી મોરબીવાળાને રોકડ રૂપિયા ૭,૮૫,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 મોરબી વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું October 16, 2026 મોરબી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026