મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ૨૦ માસથી નાસતા ફરતા અપહરણ ના ગુનાના આરોપી તથા ભોગબનનારને અમદાવાદ (નારોલ) ખાતેથી મોરબી AHTU ટીમ તથા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ.૧૩૭(૨),૮૭ મુજબના ગુન્હાનો આરોપી મગનભાઇ ઉર્ફે ગૌતમ વાઘજીભાઇ ડાંગર (ઉવ ૩૦) રહે જસદણ જિલ્લો રાજકોટ વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી મગનભાઇ ઉર્ફે ગૌતમ વાઘજીભાઈ ડાંગરને અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની માહીતી મળતા AHTU ટીમ તથા મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. ટીમ દ્વારા અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.