ટંકારા નજીક માનતા પૂરી કરીને પરત ફરી રહેલા આમરણ ગામના એક ડ્રાઇવિંગ વ્યવસાય સાથે જોડાયેલા આધેડને બે શખ્સોએ છરી બતાવી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા અને ડ્રાઈવિંગ કરતા કાસમભાઈ નઝમલભાઈ તૈલી (ઉ.વ.૪૫) એ આરોપી જાકીર આમદભાઈ માડકીયા તથા હાજી આમદભાઈ માડકીયા રહે. બંને ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી માનતા કરી ટંકારાથી પરત થતા હોય જે દરમીયાન આરોપી જાકીરએ પોતાની પત્ની રીસામણે હોય જેનો ખાર રાખી ખીજડીયા રોડ પર પોતાના હવાલા વાળું એક્ટીવા જેવું મોટરસાયકલ ફરીયાદીની ગાડી પાસે લાવી ફરીયાદીને છરી બતાવી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બાદ આરોપી હાજીએ ફરીયાદીના મામા ઉમરભાઈના ફોનમાંથી ફરીયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે