Homeગુજરાતમોરબીમોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક 10 સપ્ટેમ્બરે મળશે

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક 10 સપ્ટેમ્બરે મળશે

મોરબી જિલ્લા પંચાયત કચેરીની પંચાયત શાખા દ્વારા સામાન્ય સભાની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક આગામી તારીખ ૧૦/૦૯/૨૦૨૬ ને ગુરુવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ (રૂમ નં. ૧૯) ખાતે યોજાશે.

આ ખાસ બેઠકમાં મુખ્યત્વે ચાર મહત્ત્વના કાર્યો પર ચર્ચા-વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. જેમાં સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવી, ગત બેઠકના ઠરાવોની અમલવારીની સમીક્ષા કરવી તેમજ ૧૫ મા નાણાપંચ યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ ની જિલ્લા કક્ષાની ગ્રાન્ટના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજૂ થનારા અન્ય વિકાસલક્ષી મુદ્દાઓ પણ આવરી લેવાશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular