Homeગુજરાતમોરબીશ્રી શોભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ તેરસના દિવસે ભવ્ય મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન

શ્રી શોભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ તેરસના દિવસે ભવ્ય મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન

મોરબી: પવિત્ર શ્રાવણ માસના ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રી શોભેશ્વર મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં એક વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ વદ તેરસના શુભ પ્રસંગે મંદિરમાં ભવ્ય મહાપ્રસાદ (ભંડારો) યોજાશે. મહંતશ્રી હિરાગીરી બાપુ અને મહંતશ્રી જીજ્ઞેશપુરી બાપુના માર્ગદર્શન હેઠળ આ ધાર્મિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ ભવ્ય પ્રસંગ આગામી તારીખ ૦૯/૦૯/૨૦૨૬, બુધવારના રોજ શ્રી શોભેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાશે. મહાપ્રસાદનો સમય સવારે ૧૧:૩૦ કલાકનો રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે તમામ ભક્તો માટે મહાદેવના દર્શન કરી, ભક્તિભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કરવા માટે મંદિર સમિતિ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મંદિર આયોજકો દ્વારા સર્વ શિવભક્તોને પોતાના પરિવાર અને મિત્રો સાથે પધારીને મહાદેવના દર્શનનો લાભ લેવા અને મહાપ્રસાદ ગ્રહણ કરી આ પાવન પ્રસંગના સાક્ષી બનવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભક્તોની ઉપસ્થિતિ આ મહાપ્રસાદના આયોજનને પૂર્ણતા બક્ષશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular