હળવદ સબ પોસ્ટ ઓફિસમાં આવેલ જોઈન્ટ બચત ખાતામાંથી મૂળ ખાતેદારની જાણ બહાર ખોટી સહી કરી પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવી લેવાનો ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના યુવકની નકલી સહીવાળું ફોર્મ ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ આચરવા બદલ મહિલા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં આવેલ વસુંધરા કેનાલ રોડ પર રહેતા અને અભ્યાસ કરતા પાર્થ અનીલભાઈ માનસેતા (ઉ.વ.૨૮) એ આરોપી નયનાબેન માણેકલાલ મેઢા રહે. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીનુ જોઇન્ટમાં સબ પોસ્ટ ઓફીસ હળવદ ખાતે એકાઉન્ટ નંબરમાં ફરીયાદીનો મોબાઇલ નંબર અપડેટ કરેલ હોય જે મોબાઇલ નંબર બદલી આરોપીએ પોતાનો મોબાઇલ નંબર અપડેટ કરવા ભરેલ ફોર્મમાં ફરીયાદીની ખોટી સહી કરી સબ પોસ્ટ ઓફીસ હળવદ ખાતે રજુ કરી ખોટી સહી કરેલ ફોર્મમાં ફરીયાદીની ખોટી સહી કરેલ હોવાનું જાણતા હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.