Homeગુજરાતમોરબીહળવદના ટીકર ગામે જુગારધામ પર પોલીસનો દરોડો

હળવદના ટીકર ગામે જુગારધામ પર પોલીસનો દરોડો

રોકડ રૂ.31,600ના મુદ્દામાલ સાથે ચાર ઈસમો ઝડપાયા, હળવદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ.31,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ટીકર (રણ) ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન જુગાર રમતા મનસુખભાઈ માનસિંગભાઈ ખાંભડીયા, મુન્નાભાઈ છેલાભાઈ ખોડા, વિષ્ણુભાઈ રઘુભાઈ કુડેચા અને મુળજીભાઈ ગુગાભાઈ ઝીંઝવાડિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular