Homeગુજરાતમોરબીમોરબીમાં તસ્કરોનો તરખાટ: રાધાકૃષ્ણ જ્વેલર્સમાંથી રૂ. 17.24 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી મોરબી મોરબીમાં તસ્કરોનો તરખાટ: રાધાકૃષ્ણ જ્વેલર્સમાંથી રૂ. 17.24 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી By morbisahyognews September 7, 2026 485 Share FacebookXPinterestWhatsApp રાધાકૃષ્ણ જ્વેલર્સની પાછળની દિવાલ તોડી તસ્કરો ઘૂસ્યા, રૂ.17.24 લાખના સોના-ચાંદીના દાગીના અને ભંગારની ચોરી મોરબીના સરદાર રોડ પર જુના બસ સ્ટેન્ડ નજીક આવેલા રાધાકૃષ્ણ જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. રાત્રિના સમયે દુકાનની પાછળની દિવાલ તોડી બાખોરું પાડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનમાંથી આશરે 24 ગ્રામ સોનાના દાગીના, 6 કિલો 250 ગ્રામ ચાંદીના ઘરેણાં તેમજ 1 કિલો 500 ગ્રામ ચાંદીનો ભંગાર મળી કુલ રૂ.17.24 લાખની કિંમતની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.ઘટના અંગે દુકાનના માલિક દીપકભાઈ જયંતીભાઈ માંડલિયાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ચોરીની ઘટનાની તપાસ હાથ ધરી છે. તસ્કરો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? October 16, 2026 મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં October 16, 2026 મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? morbisahyognews - October 16, 2026 મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026