મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તથા સફળ બિઝનેસમેન રાજેશ રતિલાલભાઈ બાવરવાનો આજે જન્મદિવસ છે. તા. 07 સપ્ટેમ્બર 1971ના રોજ જન્મેલા રાજેશભાઈ બાવરવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
રિયલ એસ્ટેટ, કેમિકલ, ખેતી, મિનરલ તેમજ સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા રાજેશભાઈએ વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ 2000થી 2005 દરમિયાન માળિયા તાલુકા પંચાયતના કારોબારી સભ્ય તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત તેઓ અનેક નામી-અનામી સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈને સમાજજીવનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
શિવ ઉપાસક તરીકેની ધાર્મિક આસ્થા સાથે સેવાભાવ, સરળ સ્વભાવ અને લોકો સાથે સતત સંપર્ક તેમની આગવી ઓળખ છે. જાહેરજીવન અને વ્યવસાય બંને ક્ષેત્રે સક્રિય રહી અનેક લોકો સાથે આત્મીય સંબંધો જાળવનાર રાજેશભાઈ બાવરવાને તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો અને કાર્યકરો તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
પરમાત્મા તેમને સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુષ્ય આપે તથા જીવનમાં સતત સફળતા અને સમાજસેવાની નવી તકો પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભકામનાઓ.