મોરબી નજીક રંગપર ગામની સીમમાં આવેલી ચા-પાનની દુકાને મોડી રાત્રે બેઠેલા યુવક પર થાર અને સ્કોર્પિયો કારમાં આવેલા બે શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના વતની અને હાલ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલા કાંતિનગર સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ કરીમભાઈ સમાણી (ઉ.વ.૩૭) એ આરોપી ફારૂક મોવર અને ઈરફાન વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના બનેવી અનવર માલાણી સાથે આરોપીઓ ફારૂક મોવર તથા ઈરફાન ને કોઇ બાબતનુ મનદુખ ચાલતુ હોય તેના કારણે આ બંન્ને આરોપીઓ થાર તથા સ્કોર્પિયો ગાડીમાં આવી બંન્ને આરોપીઓ લાકડી તથા લોખંડનો પાઈપ જેવા મારક હથીયાર ધારણ કરી ફરીયાદીને બંન્ને હાથપગમાં તથા શરીરમાં ખુબ મારમારી બંન્ને હાથ તથા પગ તથા કમરના ભાગે અસંખ્ય ફેક્ચર જેવી ગંભીર પ્રકારની મલ્ટીપલ ફેક્ચરની ઇજાઓ પહોંચાડી ભુંડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.