Homeગુજરાતમોરબીમોરબી કલેક્ટરે દ્વારા આરટીઓ કચેરીની મુલાકાત લઈ વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરાયું

મોરબી કલેક્ટરે દ્વારા આરટીઓ કચેરીની મુલાકાત લઈ વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરાયું

મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આજરોજ આરટીઓ કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કચેરી ખાતે કરવામાં આવતી કાચા લાયસન્સની કામગીરી, કચેરીના મહેકમ તેમજ અન્ય રોજબરોજની કામગીરી અંગેની માહિતી મેળવી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને કચેરી ખાતે કાર્યરત એ.આઈ. બેઝ્ડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન કચેરી ખાતે આવેલા અરજદારો સાથે સંવાદ કરી તેમને મળતી સરકારી સેવાઓ અંગેની માહિતી અને અનુભવ જાણવામાં આવ્યો હતો. આરટીઓ અધિકારી તપન મકવાણા તેમજ કચેરીના ઉપસ્થિત કર્મચારીઓ સાથે કચેરીની દૈનિક કામગીરી અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

કચેરી ખાતે આવતા અરજદારોને સરકારી સેવાઓનો ત્વરિત અને સરળતાથી લાભ મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી. ઓનલાઈન અરજીઓ કરતી વખતે અરજદારોને કોઈ અગવડતા પડે તો તેમને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા પણ સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત, કચેરીના કમ્પાઉન્ડમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિયમિત સાફ-સફાઈ કરાવવા અંગે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular