Homeગુજરાતમોરબીમોરબીમાં નેશનલ હાઇવે બાયપાસ માટે ખેડૂતોની બેઠક નિષ્ફળ

મોરબીમાં નેશનલ હાઇવે બાયપાસ માટે ખેડૂતોની બેઠક નિષ્ફળ

વળતર અને જમીન સંપાદનના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ, કામગીરી આગળ વધારવા સખત વિરોધ સાથે આંદોલનની ચીમકી

મોરબી: નેશનલ હાઇવે બાયપાસ માટે જમીન સંપાદનની કાર્યવાહી અંગે આજે ગાળા, કેરાળા, જસમતગઢ, સાપર, નીચી માંડલ, આંદરણા, ખરેડા, વાંકડા અને જીવાપર (ચકમપર) ગામના ખેડૂત પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં મોરબી પ્રાંત અધિકારી, સંપાદન અધિકારી તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓ હાજર રહ્યા હતા. ખેડૂતો દ્વારા જમીન સંપાદન, વળતર સહિતના વિવિધ પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

જોકે, ખેડૂતોના પ્રશ્નો અને વળતર બાબતે કોઈ નક્કર નિરાકરણ ન આવતા બેઠક નિષ્ફળ રહી હતી. જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ખેડૂત પ્રતિનિધિઓએ જ્યાં સુધી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ અને સંતોષકારક વળતર ન મળે ત્યાં સુધી સંપાદનની કામગીરી આગળ ન વધારવા સખત શબ્દોમાં ના પાડી હતી. સાથે જ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular