Homeગુજરાતમોરબીમોરબીના બીલીયામાં કારખાનાના સુપરવાઇઝર પર ત્રણેક શખ્સોનો હુમલો

મોરબીના બીલીયામાં કારખાનાના સુપરવાઇઝર પર ત્રણેક શખ્સોનો હુમલો

ભેંસોને પાણી પાવા અને કામ આપવા બાબતે બોલાચાલી બાદ ઢોરમાર માર્યો

મોરબી તાલુકાના બીલીયા ગામમાં કારખાનાના સુપરવાઇઝર પર જૂની અદાવતનો ખાર રાખીને ત્રણેક શખ્સોએ લાકડી તથા ઢીકાપાટુ વડે હિંસક હુમલો કર્યો છે. સ્થાનિકોને કામે ન રાખવા અને ભેંસોને પાણી પાવા બાબતે બોલાચાલી કરીને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતા અને રોયલ એબ્રી સીવ કારખાનામાં નોકરી કરતા દિનેશભાઇ સગથાભાઈ આલ (ઉ‌.વ.૨૬) એ આરોપી અરમાનભાઇ ફારૂકભાઈ, ફારૂકભાઈ આદમભાઈ, તોસીફભાઈ રહે. ગામ, બીલીયા, તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉ ભેંસો પાવા બાબતે થયેલ માથાકુટનો તેમજ તેમની બહેનો- દિકરીઓને કેમ કામે રાખતા નથી તેનો ખા૨ રાખી આરોપી ફારૂએ લાકડી વડે ફરીયાદિના માથાના ભાગે તથા આરોપીઓએ ફરીયાદિના શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારી ફરીયાદિને રોડ ઉપર ઢસડી માથામા તથા શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular