Homeગુજરાતમોરબીમોરબીમાં મનસુરી પીંજારા સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં મનસુરી પીંજારા સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ધોરણ-5થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ભેટ આપી સન્માન કરાયું

મોરબી: મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી-મોરબી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનું શિલ્ડ તથા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમારોહ દરમિયાન રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસંગે ડો. મનસુરભાઈ હાજીઇસ્માઇલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર), ડો. ફેઝાનભાઈ ખાલિદભાઈ ઠાસરીયા (M.S. ઓર્થોપેડિક), ડો. સમીર સલીમભાઈ હેરંજા (B.A.M.S.), કહેકશાબેન ઈરફાનભાઈ ઠાસરીયા (રજીસ્ટ્રાર પ્રિન્સીપાલ, સિનિયર સિવિલ કોર્ટ) તેમજ ડો. સુહાનાબેન ફિરોઝભાઈ કડીવાર (B.A.M.S.) સહિતના મહાનુભાવોએ હાજરી આપી વિદ્યાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયાને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષસ્થાને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણ ક્ષેત્રે સતત મહેનત કરી સમાજનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

રિલીફ કમિટીના સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજના આગેવાનો, શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તથા સમાજના સહયોગથી સમગ્ર વિદ્યાર્થી સન્માન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

અંતમાં આમંત્રિત મહેમાનો, તમામ આગેવાનો, શહેરી-ગ્રામ્ય કારોબારી સભ્યો તથા સહયોગી દાતાઓનો આભાર રિલીફ કમિટીના સહકન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular