મોરબી: ધ્રુવકુમાર ભુપતભાઈ જારિયા ને મિશન ન્યૂ ઇન્ડિયા, ગુજરાત પ્રદેશમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક બદલ તેમને હૃદયપૂર્વક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
ધ્રુવકુમાર જારિયાના નેતૃત્વ, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાથી મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ વધુ મજબૂત બનશે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે. નવી જવાબદારીમાં તેઓ સંગઠનના કાર્યને વધુ વેગ આપશે અને મિશનને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.