Homeગુજરાતમોરબીવાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો

વાંકાનેરમાં મિત્ર સાથે ખરીદી કરી પરત ફરી રહેલા યુવક પર જૂની બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે છરી વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર રહેતા સાગરભાઈ ભુપતભાઈ પાટડીયા (ઉ.વ.૨૭) એ આરોપી શુભમ ભાટી રહે. વિસીપરા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના મિત્રને આ કામના આરોપી સાથે અગાઉ બોલાચાલી થયેલ હોય તે સમયે આ કામના ફરિ યાદી તેના મિત્રનુ ઉપરાણ લઈને ગયેલ હોય આ બાબતનો ખાર રાખી આરોપીએ ફરિ.ને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીને ડાબા હાથે બે ઘા મારી ઈજા પંહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular