Homeગુજરાતમોરબીહળવદના જૂના ઇશનપુરમાં જમીન-રસ્તાના વિવાદમાં યુવક પર ઘાતક હથિયારો વડે હુમલાનો પ્રયાસ

હળવદના જૂના ઇશનપુરમાં જમીન-રસ્તાના વિવાદમાં યુવક પર ઘાતક હથિયારો વડે હુમલાનો પ્રયાસ

બે મહિલા સહિત દશ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

હળવદ તાલુકાના જૂના ઇશનપુર ગામે ખેતીની જમીન અને રસ્તાના જૂના વિવાદમાં ટ્રેક્ટરમાં ખાતર ભરીને વાડીએ જઈ રહેલા યુવક પર ઘાતક હથિયારો જેવા કે ધારીયા, ધોકા અને પાવડાના હાથા વડે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. એટલું જ નહીં, ટ્રેક્ટરના બોનેટ અને હેડલાઈટ પર લાકડીઓ ફટકારી તોડફોડ કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે રહેતા ભરતભાઇ પાલાભાઈ મકવાણા (ઉ.વ.૩૬) એ તેમના જ ગામના આરોપી છનાભાઈ કાનાભાઇ મકવાણા, પ્રકાશ છનાભાઈ મકવાણા, સુજલ જગદીશભાઈ મકવાણા, હેમંત બાલાભાઈ મકવાણા, નિલેશ જગદીશભાઈ મકવાણા, ભદ્રેશ ગોરાભાઈ મકવાણા, વાલીબેન બાલાભાઈ કાનાભાઈ મકવાણા, બાલાભાઈ કાનાભાઈ મકવાણા, જગદીશભાઈ બાલાભાઈ મકવાણા, કોકીલાબેન જગદીશભાઈ મકવાણા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ પ્રાણ ઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદીના ઘર પાસે જઈ -તું અમારા ઘરમાં ચીઠુઠી કેમ નાખી જાય છે ?” તેમ કહી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી પ્રકાશભાઈએ લાકડાના ધોકા વડે ફરીયાદીના ટ્રેકટરના બોનેટ ઉપર તથા હેડ લાઈટ ઉપર મારી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular