વાંકાનેર તાલુકાના જોધપર ગામે બાળકો વચ્ચે રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને શાકભાજી લેવા નીકળેલી મહિલા અને તેમની ૧૫ વર્ષની દીકરી પર ગામના જ કેટલાક લોકોએ લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અને ઘરકામ કરતા ભાનુબેન કિસનભાઈ સોલંકી (ઉં.વ. ૩૫)એ આરોપી વાલાભાઈ દેવાભાઈ રાઠોડ, રાહુલભાઈ હમીરભાઈ રાઠોડ, નાગલબેન વાલાભાઈ રાઠોડ, રેખાબેન રાહુલભાઈ રાઠોડ, કુંજલબેન વાલાભાઈ રાઠોડ, દેવુબેન હમીરભાઈ રાઠોડ રહે. જોધપર ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર ફરીયાદી તથા દિકરી શિવાની વાળીને આરોપીઓએ આગાઉ છોકરા રમવા બાબતે બોલાચાલી થયેલ હોય જે કારણે આરોપીઓએ લાકડાના ધોકા (લાકડી) તથા પ્લાસ્ટીકના પાઈપ વડે આડેધડ શરીરના ભાગે મુંઢ માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.