Homeગુજરાતમોરબીમોરબી પોલીસની કામગીરી પર ફરી સવાલો: 15 દિવસમાં કચ્છ રેન્જ IGની ટીમે...

મોરબી પોલીસની કામગીરી પર ફરી સવાલો: 15 દિવસમાં કચ્છ રેન્જ IGની ટીમે બે હાઈ-પ્રોફાઈલ જુગારધામ ઝડપ્યાં

મોરબી-ટંકારા બાદ હળવદમાં SMCની કાર્યવાહીનો પણ ઉલ્લેખ; ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે સવાલ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરીને લઈને ફરી એક વખત ચર્ચા તેજ બની છે. છેલ્લા 15 દિવસ દરમિયાન મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશન હદમાં બે હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર કચ્છ રેન્જ IGની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે.

દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની જવાબદારી જિલ્લા પોલીસ તંત્ર, એસપી કચેરી, એલસીબી તથા સંબંધિત પોલીસ સ્ટેશનોની હોય છે. તેમ છતાં આવી કાર્યવાહી માટે કચ્છ રેન્જની ટીમને મોરબી આવવું પડતાં લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

થોડા દિવસ પહેલાં ટંકારા તાલુકાના ઓમ વિલામાં કચ્છ રેન્જની ટીમે હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી જેમાં પણ રાજકીય લોકોના નામ ચર્ચાયા hta. ત્યારબાદ મોરબી નજીક વધુ એક જુગારધામ પર પણ કચ્છ રેન્જની ટીમે દરોડો પાડ્યો હતો તેમાં પણ રાજકીય લોકો ને પકડી પાડ્યા છે બંને કેસોને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

આ ઉપરાંત થોડા મહિના પહેલાં હળવદ નજીક રાજ્ય મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. તે સમયે પણ સ્થાનિક પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠ્યા હતા. હવે ફરી કચ્છ રેન્જની ટીમ દ્વારા કાર્યવાહી થતાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ લોકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સ્થાનિક સ્તરે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સમયસર કાર્યવાહી કરવામાં આવે, તો બહારની ટીમોને દરોડા પાડવા આવવાની જરૂર કેમ પડે? જો સ્થાનિક પોલીસ દ્વારા સતત અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં પણ કચ્છ રેન્જ જેવી વિશેષ ટીમોને મોરબી જિલ્લામાં કાર્યવાહી માટે આવવું પડી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

સ્થાનિક લોકોનું માનવું છે કે જિલ્લામાં દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક અને નિયમિત કાર્યવાહી થવી જોઈએ, જેથી કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ મજબૂત બને.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular