Homeગુજરાતમોરબીમોરબીના મકનસરમાં ભાઈને આપેલી ગાળો અંગે પૂછવા જતાં યુવક પર છરી વડે...

મોરબીના મકનસરમાં ભાઈને આપેલી ગાળો અંગે પૂછવા જતાં યુવક પર છરી વડે હુમલો

મોરબી તાલુકાના મકનસર (પ્રેમજીનગર) ગામે પોતાના ભાઈને ગાળો આપવા અંગે પૂછપરછ કરવા ગયેલા વેપારી યુવક અને અન્ય એક ગ્રામજન પર છરી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહીને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા પ્રેમજીભાઈ ઉર્ફે સંજયભાઈ અરજણભાઈ પરમાર (ઉં.વ. ૩૯)એ આરોપી જયેશભાઈ વેલજીભાઈ શેખવા રહે. પ્રેમજીનગર મકનસર મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાહેદ ધર્મે ન્દ્રભાઇ ને આરોપી ગાળો આપતો હોય જેને ફરીયાદી પુછવા જતા આરોપીએ ઉશ્કેરાય જઈને ફરીયાદીને ડાબી બાજુ ખંભા બગલના ભાગે બે છરી જેવા હથીયારથી ઘા મારતા ટાકા આવતા તથા સાથી ગોરધનભાઈ કોળીને પણ આ આરોપીએ છરી જેવા ધારદાર હથીયારથી હાથના ભાગે ઈજા કરી ફરીયાદી તથા સાથીને ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular