મોરબીના વાવડી રોડ પર જૂની અદાવત અને ‘સામે કેમ જુએ છે’ જેવી સામાન્ય બાબતે તીક્ષ્ણ અને જાનલેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં વ યુવક પર ત્રણ શખ્સોએ ઘેરીને લોખંડના ઘણ અને પાઇપ વડે મારમારી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ મનીષ વિદ્યાલય સામે સુમતીનાથ સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય હરેશભાઈ જલાભાઈ દેવસુરે આરોપી સલીમ ઉર્ફે સલો, બાબુ સંધી, મકબુલ સંધિ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓ સાથે આજથી પાંચ-છ વર્ષ પેહલા ઝગડો થયેલ હોય તે બાબતે ફરીયાદીએ પોલીસ ફરીયાદ કરેલ છે અને બે દીવસ પેહલા ફરીયાદીને આરોપી ભેગા થઇ જતા એક-બીજા સામે જોતા કાતરુ મારેલ અને ફરીયાદીને આરોપીઓ રસ્તા ઉપર ભેગા થઈ જતા લોખંડાના ઘણ તથા પાઈપ વતી ફરીયાદીને જમણા પગે તથા ડાબા પગે તથા ખંભાના ભાગે મારમારેલ જેમા જમણા પગે ફેકચર જેવી ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.