Homeગુજરાતમોરબીમોરબીમાં ભંગારના કારખાનામાં ભાગીદારીના નામે રૂ. 1.13 કરોડની ઠગાઈ

મોરબીમાં ભંગારના કારખાનામાં ભાગીદારીના નામે રૂ. 1.13 કરોડની ઠગાઈ

ધમકી આપનાર શખ્સ સામે ગુનો દાખલ

મોરબીમાં સ્ક્રેપના બિઝનેસમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી એક આધેડ સાથે રૂ‌ 1.13 કરોડની મસમોટી ઠગાઈ આચરવામાં આવી છે. રૂપિયા પરત માગતા જાનથી મારી નાખવાની ધમકી અપાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના બિલિયા ગામના વતની અને હાલ મોરબી ના આલાપ પાર્ક શેરી નં -૧૧ રવપર રોડ પર રહેતા અને ખેતી કરતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદિયા (ઉ.વ.૫૦) એ આરોપી ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા રહે. આલાપ પાર્ક મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ ભંગારના કારખાનામા ભાગમા રાખવાની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે મળી એમ રૂપીયા ૧,૧૩, ૦૦,૦૦૦/- (એક કરોડા તેર લાખ લઇ રૂપીયા) ધંધાના બહાને ફરીયાદી પાસેથી મેળવી ફરીયાદીને ધંધામા ભાગીદાર નહી રાખી રૂપીયા. ૧,૧૩,૦૦,૦૦૦/- ફરીયાદિને પરત નહી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular