Homeગુજરાતમોરબીટંકારા તાલુકા પંચાયત ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ‘બેટી બચાવો, બેટી પઢાવ’ જાગૃતિ...

ટંકારા તાલુકા પંચાયત ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ‘બેટી બચાવો, બેટી પઢાવ’ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત વાંકાનેર અને ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓ સાથે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય સ્તરે દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, દિકરીઓના જન્મને ઉત્સવ તરીકે ઉજવવા તેમજ ‘વ્હાલી દીકરી’ જેવી કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અપીલ કરાઈ હતી. આ ઉપરાંત બાળ લગ્ન અટકાવવા, કન્યા શિક્ષણને ૧૦૦ ટકા સફળ બનાવવા અને ‘બાલિકા પંચાયત’ના નવતર અભિગમ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડી પંચાયતના પ્રતિનિધિઓને સક્રિય યોગદાન આપવા જણાવાયું હતું.

આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ, વાંકાનેર અને ટંકારાના TDOઓ, સરપંચઓ તથા તલાટી-કમ-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular