Homeગુજરાતમોરબીમોરબીના વાવડી રોડ પર લુડો ગેમ પર જુગાર રમતા ચાર ઝડપાયા 

મોરબીના વાવડી રોડ પર લુડો ગેમ પર જુગાર રમતા ચાર ઝડપાયા 

મોરબીના વાવડી રોડ પર આવેલ મીરા પાર્ક સોસાયટી ની સામે સોસાયટીમાં જાહેર રોડ ઉપર લુડો ગેમ પર પૈસા ફેકી જુગાર રમતા ચાર ઈસમોને સીટી એ ડિવિઝન પોલીસે દબોચી લીધા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાદમીના આધારે વાતની વાળી જગ્યાએ રેડ કરતા મોરબીના વાવડી રોડ પર આવેલ મીરા પાર્ક સોસાયટી ની સામે સોસાયટીમાં જાહેર રોડ ઉપર લુડો ગેમ પર પૈસા ફેકી જુગાર રમતા ચાર ઈસમો લાલજીભાઈ નારણભાઈ ડાંગર રહે ગાયત્રી નગર શેરી વાવડી રોડ મોરબી, રમેશભાઈ ગગુભાઈ ડાંગર રહે રાજનગર સોસાયટી પંચાસર રોડ મોરબી, અરવિંદભાઈ ઉગાભાઇ ડાંગર રહે રામ પાર્ક કબીર આશ્રમ પાછળ વાવડી રોડ મોરબી, લાલજીભાઈ રાયધનભાઈ ડાંગર રહે ગાયત્રી નગર શેરી વાવડી રોડ મોરબી વાળાને રોકડ રૂપિયા 2940 તથા એક મોબાઈલ જેની કિંમત રૂપિયા 5000 એમ કુલ મળી કિંમત રૂપિયા 7940 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular