Homeગુજરાતમોરબીહળવદમાં ‘સસ્તા સોના’ની લાલચ આપી 05 લાખની ઠગાઈ: સ્મશાનમાં બોલાવી નકલી સોનાનો...

હળવદમાં ‘સસ્તા સોના’ની લાલચ આપી 05 લાખની ઠગાઈ: સ્મશાનમાં બોલાવી નકલી સોનાનો હાર ધાબડી દીધો

હળવદ: સસ્તા ભાવે સોનું અને ચાંદી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતી શાતીર ટોળકીનો એક કિસ્સો હળવદ તાલુકામાં સામે આવ્યો છે. રેલ્વેના ખોદકામ દરમિયાન મળેલું સોનું-ચાંદી માર્કેટ રેટ કરતાં ૪૦ ટકા સસ્તા ભાવે આપવાની જાળ ફેંકી હળવદના એક વેપારી પાસેથી રૂ. ૫ લાખ રોકડા મેળવી નકલી સોનાનો હાર આપી છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલ રામદેવ હોટલ સામે રહેતા અને વેપાર કરતાં સવાઈરામ ઉર્ફે પંડિતજી બજરંગલાલ ઉપાધ્યાય (ઉ.વ.૨૫) એ આરોપી વિજય સોમાભાઈ ભાલિયા રહે. રાણપુર બોટાદ તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વિજય તથા અન્ય બે અજાણ્યા આરોપીએ ગુનાહિત કાવતરૂ રચી પોતાને રેલ્વેના ખોદકામમાં ચાંદીના સિક્કા આશરે ૩ કિલો વજનના તથા સોનાનો હાર આશરે ૧ કિલો વજનનો મળેલ હોય અને ફરીયાદીને આ સોનાનો હાર તથા ચાંદીના સિક્કા માર્કેટ ભાવથી ૪૦ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી પ્રથમ રૂપીયા ૦૩ લાખ ફરીયાદીની દુકાને તથા રૂપીયા ૦૨ લાખ હાસલપુર ચોકડી પાસે સ્મશાનમાં એમ કુલ રૂપીયા ૦૫ લાખ ફરીયાદી પાસેથી ઠગાઈથી મેળવી ખોટા સોનાનો હાર આપી દઈ ફરીયાદી પાસેથી રોકડ રકમ ઓળવી જઈ ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular