Homeગુજરાતમોરબીમોરબીમાં રહેણાંક મકાનમાંથી 78 હજારથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 78 હજારથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ તેમજ એલ.સી.બી. (LCB) અને ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલી રીજન્ટા હોટલ નજીકના મફતિયાપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ તેમજ એલ.સી.બી. (LCB) અને ફર્લો સ્ક્વોડની ટીમને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલી રીજન્ટા હોટલ નજીકના મફતિયાપરા વિસ્તારમાં રહેતા સતીષભાઈ તેજાભાઈ પરમાર (ઉં.વ. ૩૩) ના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો, ચપલા તથા ફ્રુટી પેકિંગ નંગ -૪૪૬ કિંમત ૭૮,૧,૯૦ રૂપિયાના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular