હળવદ તાલુકાના મંગળપુર ગામની સીમમાં રસ્તા પર નાખેલા થાંભલા હટાવવા બાબતે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં ખેતરે જવાનો રસ્તો બંધ કરવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ મહિલાઓ સહિત પરિવારજનો પર ઢીંકાપાટુ, લોખંડના સળિયા અને પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વળતી ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે રહેતા અશ્વિનભાઈ ગોરધનભાઈ સોનગ્રા (ઉં.વ. ૩૧)એ આરોપી ગૌતમ છગનભાઈ કણઝરીયા, છગનભાઈ પોપટભાઈ કણઝરીયા, પ્રવિણભાઈ નરશીભાઈ કણઝરીયા, ચંદ્રેશભાઈ ઘનશ્યામભાઈ કણઝરીયા દલસુખભાઈ હેમુભાઈ કણઝરીયા રહે. બધા વેગડવાવ ગામ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને પોતાના ખેતરમા જવાના રસ્તે આરોપીના પરીવારે થાંભલા નાખેલ હોય જે નડતા હોય જે ફરીયાદીના કાકી કાન્તાબેન તથા ફરીયાદીના ભાભી રમિલાબેન થાંભાલા કાઢવા જતા આરોપી ગૌતમએ થાંભલો કાઢવાની ના પાડી ભુંડા બોલી ગાળો આપી અને આરોપી ગૌતમ તથા આરોપી છગનભાઈએ ફરીયાદીના કાકી કાન્તાબેન તથા ફરીયાદીના ભાભી રમિલાબેન તથા ફરીયાદીના પિતાને ઢીકાપાટુ માર મારતા ફરીયાદીના કાકી કાન્તાબેનને છાતીએ સામાન્ય મુંઢ ઈજા તથા ફરીયાદીના ભાભી રમિલાબેનને પગે સામાન્ય ઇજા તથા ફરીયાદીના પિતાને ખંભે સામા ન્ય ઇજા તથા આરોપી પ્રવિણભાઇએ ફરીયાદીના કાકા વાસુદેવભાઇને લોંખડનો સળીયો મારી પગે સામાન્ય છોલાયેલા ની ઇજા તથા આરોપી ચંદ્રેશભાઈએ ફરીયાદીને પથ્થર મારી જમણા હાથના મુંઢ ઇજા પહોંચાડી અને આરોપી દલસુખભાઈએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.