Homeગુજરાતમોરબીહળવદમાં જમીનના શેઢા બાબતે ઝઘડો થતાં મહિલાઓ સહિત 05 સામે ગુન્હો દાખલ

હળવદમાં જમીનના શેઢા બાબતે ઝઘડો થતાં મહિલાઓ સહિત 05 સામે ગુન્હો દાખલ

હળવદ: ખેતરના શેઢે રોપેલા થાંભલા ઉપાડવા જેવી નાની બાબતે મંગળપુરની સીમમાં સરાજાહેર ધીંગાણું ખેલાયું છે. બચાવવા વચ્ચે પડેલા પિતાના માથામાં લાકડી વાગતાં ૬ ટાંકા આવ્યા છે, તો પુત્ર અને ભત્રીજાને પણ ઢોર માર મરાયો છે. વેગડવાવના એક જ પરિવારના બે મહિલાઓ સહિત ૫ શખ્સો સામે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને ખેતી કરતા છગનભાઈ પોપટભાઈ કણઝારીયા (ઉ.વ.૪૦) એ આરોપી ગોરધનભાઈ મોહનભાઈ સોનગ્રા, ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ સોનગ્રા, વાસુદેવભાઈ મોહનભાઈ સોનગ્રા, કાન્તાબેન વાસુદેવભાઈ સોનગ્રા, રમીલાબેન ધર્મેન્દ્રભાઈ સોનગ્રા રહે. બધા-વેગડવાવ તા-હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ગોરધનભાઈ તથા આરોપી ધર્મેન્દ્રભાઇએ ફરીયાદીએ પોતાના ખેતરના શેઢે નાખેલ થાંભલા કાઢતા હતા જેથી ફરીયાદીના દિકરા ગૌતમે થાંભલો કાઢવાની ના પાડતા આરોપીઓ ફરીયાદીના દિકરાને ગાળો આપી ઝપાઝપી કરેલ અને ફરીયાદી બચાવવા જતા આરોપી વાસુદેવભાઇએ ફરીયાદીને માથામા લાકડી મારી છ ટાંકાની ઇજા પહોંચાડેલ તેમજ આરોપીએ ફરીયાદીના ભત્રીજા પ્રવિણભાઈને પીઠના ભાગે લાકડી મારી મૂઢ ઇજા પહોચાડેલ તેમજ આરોપી કાન્તબેન તથા આરોપી રમીલાબેનએ ફરીયાદીના દિકરાને કોણી મારી નાકે તથા ગળે મૂઢ ઈજા પહોંચાડી આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular