છોટા ઉદેપુર જીલ્લામાથી આજથી પાંચેક વર્ષ પહેલા બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી, એક ઇસમને મોટરસાયકલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી હળવદ રોડ ઉપર, ઉંચી માંડલ પાસેથી વિક્રમભાઇ લુલજીભાઇ બાવાભાઇ નાયકા (ઉ.વ.૨૯) રહે. જીકીયારી ગામ, મનીસભાઇ સવજીભાઇ ચાપાણી પટેલ નાઓની વાડીમા તા.જી.મોરબી મુળગામ- કુંભાણી તા.જી.છોટાઉદેપુરવાળો ઇસમ આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ મો.સા. ચલાવી નિકળતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલના કાગળો માંગતા તેની પાસે નહિ હોવાનું જણાવેલ જેથી આ મોટર સાયકલની માલીકી બાબતે ખરાઇ કરતા આ મો.સા. આજથી આશરે પાંચેક વર્ષ પહેલા છોટા ઉદેપુર જીલ્લા ના છોટા ઉદેપુર પો.સ્ટે. ના વિસ્તારમાથી ચોરી થયેલાનું જણાઇ આવતા ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મોટરસાયકલ બાબતે પોકેટકોપમાં સર્ચ કરતા આ મો.સા. બાબતે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે મો.સા. ચોરીનો ગુનો વણશોધાયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ મો.સા. કબજે કરી પકડાયેલ ઇસમને હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે સોપી આપેલ છે. અને છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનને જાણ કરવા સમજ કરેલ છે.