Homeગુજરાતમોરબીવાંકાનેરના લુણસર ગામે નજીવી બાબતે વૃદ્ધ પર ધારીયા વડે હુમલો

વાંકાનેરના લુણસર ગામે નજીવી બાબતે વૃદ્ધ પર ધારીયા વડે હુમલો

વાંકનેર તાલુકાના લુણસર ગામમાં કચરો ફેંકવાની નજીવી બાબતને લઈને પાડોશમાં રહેતા શખ્સે એક વૃદ્ધ પર લોખંડના ધારીયા વડે ઘાતકી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા રમેશભાઈ ગેલાભાઈ ધ્રાંગીયા (ઉ.વ.૩૧) એ આરોપી દેવશીભાઇ ગમારા રહે. લુણસરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાથી ભોગબનનાર રાજાભાઈ વિહાભાઇ સાથે આરોપીએ ઘર નજીક છાશની થેલી તેમ જ ખીચડી નાખવા બાબતે બોલાચાલી ઝધડો કરી સાથી ઉપર લોખંડના ધારીયા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ ડાબા હાથની આગળીમાં ફેકચર તેમજ શરીરે ઢીકા પાટુનો મુઢ માર મારી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular