Homeગુજરાતમોરબીમોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં 15000 ચોપડા વિતરણનું...

મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં 15000 ચોપડા વિતરણનું વિતરણ કરાયું

મોરબીનાં નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા શ્રદ્ધા ના પ્રતીક શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોરબી ની વિવિધ સરકારી શાળામાં વિના મૂલ્યે 15000, ફુલ સ્કેપ ચોપડા નું વિતરણ કરાયું હતું.

જેમાં એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ની તમામ વિધાર્થી બાળાઓને શાળા સંચાલકો ની ઉપસ્થિતિ માં વિતરણ કરાયું તેમજ વી સી હાઈસ્કૂલ, ને ‌એન જી મહેતા હાઈસ્કૂલ, સહિત મોરબી શહેર ને તાલુકાની સરકારી શાળાઓમાં મંદિર ના સેવાભાવી ટ્રસ્ટી એ દ્વારા વિતરણ કરવામાં આવીયુ હતું.

શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર એ ભક્તો દ્વારા આવતી તમામ આવક સેવાકીય પ્રવૃત્તિ માં વાપરવામાં આવે છે જેમાં મંદિર માં ચાલતુ સાર્વજનીક દવાખાનામાં ગાયો ના ઘાસચારામાં ગરીબ દિકરીઓના સમુહલગ્નમાં નવરાત્રી મહોત્સવનું આયોજન વિગેરે આવી અનેક સેવાકીય પ્રવૃતિઓમાં વાપરવામાં આવે છે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular