Homeગુજરાતમોરબીમોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આગામી 12મી ઓગસ્ટે મળશે 

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આગામી 12મી ઓગસ્ટે મળશે 

મોરબી જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભાની બેઠક આવનારી ૧૨ ઓગસ્ટ ૨૦૨૬, બુધવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા પંચાયત ભવન (શોભેશ્વર રોડ) ખાતેના સભાખંડ (રૂમ નં. ૧૯) માં યોજાનાર છે. આ બેઠકમાં જિલ્લાના ગ્રામીણ વિકાસ, માળખાકીય સુવિધાઓ અને વહીવટી નિર્ણયોને લગતા વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા અને આખરી આયોજન કરવામાં આવશે.

કાર્યસૂચિ:

1. સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત.

2. સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા બાબત.

3. જિલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત.

4. પ્રશ્નોતરી (સમય મર્યાદા: એક કલાક)

5. સદસ્યઓ તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ હોય તો તે બાબત.

6. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૧૯૧(૩) ક ની જોગવાઈ અન્વયે બીનખેતીની જમીન ઉપર લેવામાં આવતા ઉપકરનો તા. ૦૧/૦૮/૨૦૨૬ થી મોરબી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં એકસમાન દર નિયત કરવા બાબત.

7. જિલ્લા સામાજીક ન્યાય સમિતિમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે કાળાભાઈ ગોકુળભાઈ મકવાણાએ તા.૦૯/૦૭/૨૦૨૬ ના પત્રથી કો-ઓપ્ટ સભ્ય તરીકે રાજીનામું આપેલ હોય રાજીનામું મંજુર કરવા તેમજ તેઓની જગ્યાએ નવા કો-ઓપ્ટ સભ્યની નિમણુંક કરવા બાબત

8. પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી દ્વારા તા.૨૯/૦૬/૨૦૨૬ ના પત્રથી જિલ્લા શિક્ષણ સમિતિમાં સભ્ય પદે રહેવા માંગતા ન હોય સમિતિમાં સભ્ય પદેથી રાજીનામું આપેલ હોય રાજીનામું મંજુર કરવા તેમજ તેઓની જગ્યાએ નવા સભ્યની નિમણુંક કરવા બાબત

9. જિલ્લા પંચાયત સ્વભંડોળ (પ્રમુખશ્રીની ઐચ્છિક ગ્રાન્ટ ) યોજના વર્ષ:-૨૦૨૫-૨૬ હેઠળ મંજુર થયેલ કામોની મુદ્દત વધારવા બાબત.

10. માળીયા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત હસ્તક્નાં રસ્તાઓ માળીયા નગરપાલિકાને સોંપવા બાબત

11. વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત હસ્તકનાં રસ્તાઓ વાંકાનેર નગરપાલિકાને સોંપવા બાબત

12 જિલ્લા પંચાયત સ્વભંડોળ વર્ષ ૨૦૨૬-૨૭ ના આયોજન અંગે નિર્ણય

13 જિલ્લા પંચાયત સ્વભંડોળ અને રેતી રોયલ્ટીના અગાઉના વર્ષના કામોના મુદ્દત વધારા અંગે નિર્ણય

14. ૧૬ મા નાણાપંચ વર્ષ ૨૦૨૬-૨૭ ના આયોજન અંગે

15. પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવે તે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular