Homeગુજરાતમોરબીહળવદમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: રૂ. 2.62 લાખથી વધુના મુદ્દામાલ...

હળવદમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: રૂ. 2.62 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા

હળવદ ટાઉન વિસ્તારમાં મકાનમાંથી જુગાર રમતા કુલ આરોપી-૪ ને કુલ રોકડ રૂપિયા ૧,૫૧,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ ૨,૬૨,૫૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલિસ સ્ટેશના પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ ટાઉન વિસ્તાર આરોપી ભરતભાઈ ગોકળભાઈ બાર રહે. હળવદ ગોકુળનગર તા.હળવદ જી.મોરબી વાળાના મકાને જુગાર અંગે રેઇડ કરી કુલ ચાર ઇસમો પ્રવિણ ઉર્ફે પીટર લીંબાભાઈ કલોતરા રહે હળવદ ગોકુલનગર વિસ્તાર તા.હળવદ, બળદેવ ઘનશ્યામભાઈ ધારીયા પરમાર રહે હળવદ શરણેશ્વર સોસાયટી તળાવના કાંઠે જી.મોરબી, ધવલ દેવશીભાઇ કલોતરા રહે હળવદ ગોકુલનગર વિસ્તાર તા.હળવદ, વાસુદેવ મોહનભાઈ એરવાડીયા રહે હળવદ વસંતપાર્ક આઇ.ટી.આઇ. સામે તા.હળવદ જી.મોરબીવાળાને કુલ રોકડ રકમ રૂ.૧,૫૧,૫૦૦/- અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ ૨,૬૨,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા નહિ પકડાયેલ આરોપી ભરત ગોકળભાઇ બાર રહે. હળવદ ગોકુલનગર તા.હળવદવાળો મળી કુલ આરોપીઓ-૫ વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular